ગુરખાઓનું ઋણ આપણે કેવી રીતે ચૂકવી શકીએ? 23/06/2015 8:43 am Achyut Sanghavi ગુરખાઓ આશરે ૨૦૦ વર્ષથી બ્રિટિશ આર્મીનો હિસ્સો બની રહ્યા છે. આ નીડર નેપાળી લડવૈયાઓનું એક જ સૂત્ર છે, ‘કાયર બનવા કરતા તો મરવું સારું.’ આપણે જરા પણ અતિશયોક્તિ વિના કહી શકીએ કે જો આજે બ્રિટન મુક્ત રાષ્ટ્ર હોય તો તેનો અંશતઃ યશ આ જગપ્રસિદ્ધ યોદ્ધાઓના બલિદાન અને લોહીને પણ જાય છે. આ યોદ્ધાઓની ગર્ભિત ક્ષમતા ૧૯મી સદીમાં સામ્રાજ્યના નિર્માણકાળના શિખર દરમિયાન બ્રિટિશરો (ઈસ્ટ ઈન્ડિયા કંપની)ની નજરે ચડી હતી. વિક્ટોરિયન બ્રિટિશરોએ તેમનામાં મરદાનગીના ગુણો પારખીને ‘લડાયક જાતિ’ તરીકે ઓળખી કાઢી હતી.
ઈંગ્લેન્ડનો વન-ડેમાં વિક્રમજનક વિજયઃ ૩૫૦ રનનું ટાર્ગેટ હાંસલ કર્યું 19/06/2015 3:56 am Nilesh Parmar ઈંગ્લેન્ડે તેના વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ૩૫૦ રનનું લક્ષ્ય હાંસલ કરીને વિક્રમજનક વિજય હાંસલ કર્યો છે. અહીં ગુરુવારે રમાયેલી મેચમાં યજમાન ટીમે કેપ્ટન ઇયાન મોર્ગન અને જો રૂટની સદીની મદદથી ન્યૂ ઝીલેન્ડ સામેની ચોથી વન-ડે જીતી હતી.
Boxing star to host fundraising dinner in Glasgow 23/06/2015 9:28 am Rupanjana Dutta Boxing superstar Amir Khan is going to host a glittering fundraising dinner for the Scottish launch of the Amir Khan Foundation in Glasgow and raise funds for an orphanage in Gambia.
ફરાહના લંડન ઓલિમ્પિક્સ મેડલ સામે ખતરો 19/06/2015 4:13 am Nilesh Parmar બ્રિટનના દોડવીર મોહમ્મદ ફરાહે ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સમાં જીતેલો ગોલ્ડ મેડલ છીનવી લેવામાં આવે તેવા સંજોગો સર્જાયા છે. લંડન ઓલિમ્પિક્સ પહેલા ફરાહે બે ડોપ ટેસ્ટમાં ભાગ લીધો ન હોવાથી સ્થિતિ સર્જાઇ છે.
Community to launch Hindu Report to present their views in current times 23/06/2015 9:40 am Rupanjana Dutta The Hindu community is to launch the first ever Hindu Report to present the views and thoughts of the Hindu Community on Hinduism in current times.
ઇંગ્લેન્ડના વિકેટકીપર મેટ પ્રાયરની ક્રિકેટને અલવિદા 19/06/2015 4:40 am Nilesh Parmar ઇંગ્લેન્ડના વિકેટકીપર મેટ પ્રાયરને ઇજાના કારણે ૩૩ વર્ષની વયે ક્રિકેટની તમામ ફોર્મેટને અલવિદા કરવાની ફરજ પડી છે. તબીબોની સલાહ બાદ પ્રાયરે આ કપરો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) જણાવ્યું હતું કે ત્રણ વખતની એશિઝ વિજેતા ટીમ તથા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન રહેલી ટીમમાં સામેલ પ્રાયરને 'એન્જિન રૂમ' તરીકે ઓળખવામાં આવતો હતો.
સમય આવ્યો છે સુગંધીદાર ફૂલોનો.... 23/06/2015 9:43 am Kamal Rao પ્રિય વાચક મિત્રો,આપ સૌને ખ્યાલ હશે કે ગુજરાત સમાચારમાં ‘દાદાજીનો બગીચો’ના શીર્ષકથી મારા લેખો હું રેગ્યુલર મોકલાવતો રહેતો. તે પછી મારી આંખની તકલીફના લીધે હું ખામોશ થઈ ગયો હતો અને સારો એવો સમય પસાર થઈ ગયો. અત્યારે તો હું પહેલાની જેમ પાછો સ્વસ્થ થઈ ગયો અને ફરી મારા કામમાં પરોવાઈ ગયો. બાગવાની એક એવી હોબી છે કે તમે ક્યારેય નવરા ન પડો અને સમય એવો ભાગે કે ક્યારેય નવરાશ ન મળે. આંખની તકલીફને કારણે મેં મારા લેખન કાર્યને સ્થગિત કરી દીધું, પરંતુ રવિવારે ભાઇ શ્રી કમલ રાવના ફોન પછી મને વિચાર આવ્યો કે ફરી પેન કેમ ન પકડવી? આમેય હું શ્રી સી. બી. અને શ્રી કમલ રાવનો ઋણી તો છું અને વિચાર આવ્યો કે ફરીથી 'ગુજરાત સમાચાર'ને બાગવાનીના રંગ અને સુગંધથી ભરી દઉં.