કેરમ ક્વિન રશ્મિ કુમારીઃ 3 વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય

Monday 12th December 2022 04:48 EST
 
 

ઔરંગાબાદ: દિલ્હીની રશ્મિ કુમારી કેરમ બોર્ડર પર પોતાનો દબદબો બનાવી રાખતા ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેના નામે 11 નેશનલ ટાઈટલ પણ છે. તે 3 વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર દેશની પ્રથમ કેરમ પ્લેયર પણ બની છે.
39 વર્ષીય રશ્મિએ 30 દિવસમાં જ 2 મોટા ટાઈટલ પોતાના નામે કર્યા છે. જેમાં મલેશિયામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને દિલ્હીમાં યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપ સામેલ છે. તેણે 11 વર્ષની વયે કેરમ રમવાનું શરૂ કર્યું. પિતા અને ભાઈથી પ્રેરિત થઈ રમતમાં રસ વધ્યો. તેણે વર્ષ 2000માં પ્રથમ વાર નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. આ પછી સતત 5 વખત નેશનલ ચેમ્પિયન બની છે.
2009માં તેના લગ્ન થયા, કેરમ રમવાનું ચાલુ જ રાખ્યું હતું. રશ્મિ પતિ અને સાસરી પક્ષે સપોર્ટ કરતા રમતી રહી. તે ટૂર્નામેન્ટમાં જતી ત્યારે પતિ સુમિત વર્મા પણ સાથે જતા હતા. 2012માં પ્રેગ્નન્સી દરમિયાન તે ફરી વાર નેશનલ ચેમ્પિયન બની. જે પછી તેની પસંદગી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં થઈ.
માતા બન્યા બાદ તે બાળકના સુઇ ગયા પછી મોડી રાત સુધી પ્રેક્ટિસ કરતી હતી. રશ્મિએ કહ્યું કે, ‘ખેલાડી તેના દેખાવ થકી જ મોટો બને છે. કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સારું કરે ત્યારે જ તેની છબિ બને છે. રમતને પણ ઓળખ મળે છે. કેરમમાં ખેલાડીઓ પાસે નામના મેળવવાની સારી તક છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter