થાઇલેન્ડની ઓપલ સૂચાતા ‘મિસ વર્લ્ડ 2025’

Thursday 05th June 2025 04:42 EDT
 
 

હૈદરાબાદમાં યોજાયેલી 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેમાં થાઈલેન્ડની 21 વર્ષીય ઓપલ સુચાતા ચુઆંગશ્રીના શિરે ‘મિસ વર્લ્ડ 2025’નો તાજ મૂકાયો હતો. આ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ નંદિની ગુપ્તાએ કર્યું હતું, પરંતુ તે ટોપ- 8માં પણ પહોંચી શકી નહોતી. વિશ્વ સુંદરીનો તાજ મેળવનારી સુચાતાનો જન્મ 20 સપ્ટેમ્બર 2003ના રોજ થાઇલેન્ડમાં થયો હતો. તે થાઇ મોડેલ અને બ્યુટી પેજન્ટ ટાઈટલ હોલ્ડર પણ રહી ચૂકી છે. તે મિસ વર્લ્ડ બનનારી પ્રથમ થાઇ મહિલા છે. સુચાતાએ ‘મિસ યુનિવર્સ 2024’માં પણ થાઈલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter