નારી શક્તિ સન્માન મેળવવા સ્ટેજ પર દોડીને પહોંચ્યાં ૧૦૪ વર્ષીય દોડવીર માન કૌર

Wednesday 11th March 2020 06:41 EDT
 
માન કૌરના નૃત્ય સમયે તાળી પાડીને સાથ આપી રહેલા રાષ્ટ્રપતિના પત્ની સવિતા કોવિંદ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની તથા અન્ય મહેમાનો
 

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે દેશની ૧૬ મહિલાઓને નારી શક્તિ પુરસ્કારથી સન્માન્યા હતા. મહિલાઓને ભારતમાં અપાતું આ સર્વોચ્ચ સન્માન છે. સન્માન સમારંભ દરમિયાન મંચ અને હોલ એક ઘટનાથી તાળીઓની ગૂંજથી ગાજી ઉઠ્યો હતો.
૧૦૪ વર્ષીય એથ્લીટ માન કૌરની એન્ટ્રી થતાં વાતાવરણ એકદમ જીવંત બની ગયું હતું. તેઓ દોડતા દોડતા મંચ પર રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યા હતા. સન્માન મેળવ્યા પછી રાષ્ટ્રપતિની વિનંતીને માન આપીને ડાન્સ પણ કર્યો હતો.
માન કૌરે ૯૩ વર્ષની વયે પોતાના પુત્રની સાથે દોડવાનું શરૂ કર્યું હતું. તેઓ ૧૦૦ વર્ષથી વધુ વયની કેટેગરીમાં વિશ્વભરમાં ૩૦થી વધુ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. આ ઉંમરે પણ સતત દોડતા રહે છે અને તે માટે જ તેમને આ પુરસ્કાર એનાયત કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter