ભારતીય સૈન્યનો બદલાતો ચહેરોઃ સૈન્યમાં 108 મહિલાને કર્નલ રેન્ક અપાશે

Sunday 29th January 2023 04:19 EST
 
 

નવી દિલ્હી: ભારતીય સેનાનો ચહેરો બદલાઇ રહ્યો છે. નારીશક્તિને બરાબરીની તક આપવાની પહેલ હેઠળ લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પર કાર્યરત 108 મહિલા અધિકારીને કર્નલ રેન્કમાં બઢતી આપવાનો નિર્ણય ઉચ્ચ સ્તરે લેવાયો છે. આ માટે સૈન્ય બોર્ડ પણ રચવામાં આવ્યું છે. સૈન્ય જાન્યુઆરીના અંત સુધીમાં કર્નલ રેન્ક પર બઢતી પામેલા અધિકારીઓને જુદી જુદી બ્રાન્ચમાં તહેનાત કરવાનું નોટિફિકેશન જારી કરી શકે છે. સૈન્યમાં મહિલા અધિકારીઓને તેમના પુરુષ સમકક્ષોની સમાન લાવવા માટે વિશેષ પસંદગી બોર્ડની પ્રક્રિયા 9 જાન્યુઆરીથી શરૂ કરાઈ હતી, જે મહિનાના અંત પહેલાં સમાપ્ત થઇ જશે તેમ મનાય છે. સૈન્યની વિવિધ બ્રાન્ચમાં કર્નલ રેન્કના 108 હોદ્દા ખાલી છે. તે માટે 244 મહિલા અધિકારી દાવેદાર છે. આ સાથે મહિલા અધિકારીઓને આર્ટિલરી કોરમાં કમિશન આપવાની પણ ઝડપથી મંજૂરી મળવાની આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter