૧ મિનિટમાં ૨૧ નિરાલંબ પૂર્ણ ચક્રાસન કરીને વિક્રમ

Saturday 15th February 2020 05:45 EST
 
 

નૈનિતાલઃ ઉત્તરાખંડમાં આવેલા નૈનિતાલના ગોલાપુર ગામની રિયા પલાડિયા તેની શરીરની લવચિકતાથી સૌને આશ્ચર્ય ચકિત કરી દે છે. રિયાએ અદ્ભુત રેકોર્ડ પણ કર્યો છે. રિયાએ એક મિનિટમાં ૨૧ નિરાલંબ પૂર્ણ ચક્રાસન કરીને વિક્રમ સર્જ્યો છે. નિરાલંબ પૂર્ણ ચક્રાસનમાં ઊભા રહીને પાછલી દિશામાં સંપૂર્ણ વળીને સૂઈ જવાનું હોય છે. આ અગાઉનો આ આસન માટેનો રેકોર્ડ એક મિનિટમાં ૧૫ આસનોનો હતો. યોગાસનોમાં આ પ્રકારનું આસન ખૂબ જ અઘરું ગણવામાં આવે છે. જોકે રિયાના ટ્રેઇનર અમિત જણાવે છે કે, હું ખુશ છું કે તેણે આ આસન કર્યું છે. જોકે તેને જિમ્નેસ્ટિકસનો શોખ હોવાથી તેને માટે આ આસન વધુ પડતું કપરું નહોતું. હવે રિયા ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવા માટે મહેનત કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter