કમ્પ્યુટર સતત કામ કરવાથી અડધા લોકોની પીઠમાં દુખાવો, રાહત માટે વચ્ચે બ્રેક લો, સ્ટ્રેચિંગ અને ચાલવું જરૂરી

Sunday 26th November 2023 04:45 EST
 
 

કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવાથી પીઠ અને ગરદનમાં દુખાવો હવે કોઇ સામાન્ય વાત નથી. પશ્ચિમી દેશોએ તેને ‘ઓનલાઇન સ્પાઇન’નું નામ આપ્યું છે. અમેરિકામાં કમ્પ્યુટર પર કામ કરતા 2000 લોકો પર કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે વધુ સમય સુધી કમ્પ્યુટર આગળ બેસવાથી ગરદન અને પીઠમાં દુખાવાનો સૌથી વધુ ખતરો છે. આ દુખાવાથી બચવા માટે કેટલાક નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
કામ કરવાના સ્થળનું આકલન: મેસેચ્યુસેટ્સમાં શારીરિક ચિકિત્સાના નિષ્ણાત એડવર્ડ વેઇએ કહ્યું કે સૌથી પહેલાં કામ કરવાનું સ્થળ ઓફિસ હોય કે ઘર પર કે પછી કોઇ અન્ય સ્થળ પરંતુ તે અર્ગોનોમિક રીતે યોગ્ય હોવું જોઇએ. તમારા બંને ખભા યોગ્ય એન્ગલ પર અને સ્ક્રીન આંખોના સ્તર પર હોવી જોઇએ.
બ્રેક લો અને હરોફરો: મેયો ક્લિનિકમાં શારીરિક ચિકિત્સાના સહાયક પ્રોફેસર કારા પ્રાઇડોક્સે કહ્યું કે જો તમે ઓનલાઇન સ્પાઇનનો ખતરો ઓછો કરવા માંગો છો તો દર અડધા કલાકે ઊઠીને ચાલવાનું ટાઇમર સેટ કરો. ભલે પછી તે થોડીક મિનિટો માટે હોય. કોઇ પણ ગતિવિધિ આરોગ્ય માટે ફાયદાકારક છે.
દુખાવા દરમિયાન સ્ટ્રેચ કરો: ‘એવરીબડી યોગા’નાં લેખિકા જેસામિન સ્ટેન્લીએ કહ્યું કે જો કમ્પ્યુટર પર સતત કામ કરતાં કરતાં તમારી પીઠ અને ખભા દુખવા લાગે તો સામાન્ય સ્ટ્રેચિંગ કરો.
ગરદન, ખભા અને પીઠને અસર કરી શકે છે
લોઅર બેકના દુખાવાનાં અનેક કારણો છે પરંતુ ‘ઓનલાઇન સ્પાઇન’ એટલે કે કમ્પ્યુટર સંબંધિત પીઠનો દુખાવો ફોન અને ટેબ્લેટ જોવાથી પેદા થતા તણાવ ‘ટેક નેક’થી વિપરીત છે. આ પ્રકારનો દુખાવો ગરદન, ખભા અને સમગ્ર પીઠને અસર
કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter