કેન્સરનો ખતરો છેઃ સપ્તાહમાં બે દિવસ દારૂ પીવાનું ટાળો

Wednesday 20th January 2016 05:59 EST
 
 

લંડનઃ બ્રિટનમાં લોકો ભાન ભૂલીને દારૂનું સેવન કરી રહ્યા હોવાથી અનેક પ્રકારની શારીરિક તકલીફો વધી રહી છે. આથી સરકાર હવે નવી ગાઈડલાઇન જારી કરી રહી છે તે મુજબ લોકોને અપીલ કરાશે કે તેઓ સપ્તાહમાં બે દિવસ દારૂનું સેવન ટાળે.
આ ગાઈડલાઈન જારી કરવાનું કારણ એ છે કે દરરોજ દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સમસ્યા વધી રહી છે. હૃદયરોગની બીમારી થઇ રહી છે તેમ જ શરીરના લીવર જેવા અંગ નબળાં પડી રહ્યાં છે. અલબત્ત, જે નવી ગાઈડલાઈન ઘડવામાં આવી છે તેને અનુસરવા માટે લોકો પર કોઈ દબાણ તો કરવામાં નહીં આવે, પણ લોકો સ્વેચ્છાએ આ ગાઇડલાઇન સ્વીકારે તે માટે લોકજાગૃતિ ફેલાવવામાં આવશે. આ માટે ચીફ મેડિકલ ઓફિસરની મદદ લેવામાં આવશે. મેડિકલ ઓફિસર લોકોની વચ્ચે જઈને તેમને અનુરોધ કરશે કે તેઓ સપ્તાહમાં બે દિવસ દારૂનું સેવન ન કરે.
સરકારને સ્વાસ્થ્ય સંબંધિત નવી ગાઇડલાઈન જારી કરવી પડી છે તેનું એક કારણ દેશમાં સ્વાસ્થ્ય સંબંધી જોખમકારક તથ્યો બહાર આવ્યા છે. બ્રિટનમાં હૃદય, લીવર સંબંધી બીમારીઓ વધી રહી છે. એક નવા તારણમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દારૂનું દરરોજ સેવન કરવાથી કેટલાકને કેન્સર થઈ રહ્યા છે જેના પગલે સરકારે આ ગાઈડલાઈન જારી કરવી પડી છે.
૨૮ વર્ષે નવી ગાઈડલાઈન
બ્રિટનમાં સરકાર દારૂનું સેવન કરવા માટે છૂટ તો આપી છે પણ સાથે કેટલી માત્રામાં સેવન કરવું તેની ગાઇડલાઈન પણ જારી કરી છે. આ પ્રકારની ગાઈડલાઈન છેલ્લે ૧૯૮૭માં જારી કરાઇ હતી. મતલબ કે છેલ્લા ૨૮ વર્ષથી કોઈ નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter