રિયા સુશાંતને ઝેર આપતી હતીઃ કે.કે. સિંહ

Wednesday 09th September 2020 06:40 EDT
 
 

મુંબઇઃ ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઇમ્સ’)ની ફોરેન્સિક ટીમે સુશાંતના વિસરાની તપાસ શરૂ કરી છે. કોઈને ઝેર અપાયું હતું કે નહીં તેની જાણકારી વિસરા ટેસ્ટ પરથી મળી શકે છે. વિસરાની તપાસ કરી રહેલી ‘એઇમ્સ’ની મેડિકલ ટીમને કેસ ઉકેલવવામાં આ વિસરા મદદ કરી શકે છે. ‘એઇમ્સ’ની ટીમ સુશાંતના વિસરાની તપાસ કરી રહી છે. મેડિકલ ટીમને શક છે કે સુશાંતને ઝેર અપાયું છે. મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે ૧૦ દિવસની અંદર તપાસ પૂરી કરી લેવાશે. સુશાંતનાં મોત બાદ તેનું ડેડબોડી કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યું હતું. બપોરે લાવવામાં આવેલા ડેડબોડીનું રાત સુધીમાં તો પોસ્ટમોર્ટમ કરી દેવાયું હતું પરંતુ હવે એવા સવાલ ઊઠવા લાગ્યા છે કે શા માટે સુશાંતના ડેડબોડીનું ઉતાવળે પોસ્ટમોર્ટમ કરી નાખવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ બાદ સુશાંતના વિસરા તપાસ માટે સુરક્ષિત રાખી લેવામાં આવ્યાં હતા. ‘એઇમ્સ’ની ટીમે કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પણ પૂછપરછ કરી હતી. 

સુશાંતના પિતા કે.કે. સિંહનો પણ આરોપ છે કે રિયા ઘણા લાંબા સમયથી સુશાંતને ઝેર આપી રહી હતી. રિયા જ સુશાંતની હત્યારી છે. રિયાએ જાણીજોઈને સુશાંતને ડ્રગ્સ આપ્યું હતું, જેથી કરીને તેના મગજને કાબૂમાં લઈને મનમાન્યું કામ કરાવી શકાય. સુશાંતના પરિવારે પહેલાં વિચાર્યું હતું કે તેને જે ડ્રગ્સ અપાયું હતું તે ડોક્ટરોની ભલામણ પ્રમાણે અપાયું હશું પરંતુ હવે એવું લાગે છે કે સુશાંતને તેમની મરજીની વિરુદ્ધ ડ્રગ્સ અપાયું હતું.
ઉલ્લેખનીય છે કે કોઈનું મોત થયા બાદ જો પોલીસ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવે તો તે દરમિયાન મૃતકના શરીરમાંથી વિસરલ પાર્ટ જેવા કે આંતરડા, હાર્ટ, કિડની, લિવર વગેરે અંગોના સેમ્પલ લઈ લેવાય છે તેને વિસરા કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter