અમદાવાદમાં આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે

Sunday 02nd April 2023 12:41 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની ભૂમિ પર ચાલુ વર્ષે યોજાનારો આઇસીસી વન-ડે વર્લ્ડ કપ આગામી પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બરે અમદાવાદમાં તેની ફાઈનલ રમાશે તેવો દાવો મીડિયા રિપોર્ટમાં કરાયો છે. અમદાવાદ સહિત દેશના 11 શહેરોમાં વન-ડે વર્લ્ડ કપના કુલ 11 મુકાબલા ખેલાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ચાલુ વર્ષે આઇસીસી વન ડે વર્લ્ડ કપની યજમાની કરશે. જેમાં વિશ્વની ટોચની 10 ટીમ રમશે. બીસીસીઆઇએ વર્લ્ડકપના યજમાન તરીકે જે 11 શહેરોના શોર્ટલીસ્ટ કર્યા છે, જેમાં બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી, ધરમશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે, બીસીસીઆઇએ હજુ આઇસીસી વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગે કોઈ જાહેરાત કરી નથી. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા ટીમોને બે કે ત્રણ શહેરમાં પ્રેક્ટિસ મેચ રમવાની ફાળવવામાં આવશે. ભારતમાં વરસાદી મૌસમના પ્રભાવને ધ્યાન રાખીને મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. રિપોર્ટમાં એમ પણ ઊમેરવામા આવ્યું છે કે, આઇસીસીને બ્રોડકાસ્ટીગ રાઈટ્સથી જંગી રકમની આવક થશે, જેના પર સરકારનો આશરે રૂપિયા 963 કરોડનો ટેક્ષ લાગશે. આ ટેક્ષ પણ બીસીસીઆઇ ચૂકવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter