ઈજિપ્ત પેરા ઓપનમાં સોનલ પટેલ અને ભાવિના પટેલને ગોલ્ડ મેડલ

Thursday 07th April 2022 07:38 EDT
 
 

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મેડલના દુકાળનો અંત આણતા સોનલ પટેલ અને ભાવિના પટેલે આઈટીટીએફ ઈજિપ્ત પેરા ઓપન ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઈજિપ્તના ઈસ્માઈલિયામાં આ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. વિમેન્સ સિંગલ્સ ક્લાસ 2-3 કેટેગરીમાં વિશ્વમાં 21મો ક્રમાંક ધરાવતી સોનલ પટેલે ઈરાકની હાદિલ અલ વાયેલીને 11-7, 11-7, 11-2થી હરાવીને પોતાની કારકિર્દીનું પ્રથમ ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યું હતું. જ્યારે ભાવિનાએ ઈરાકની રુસુલ અલ વાયેલીના પડકારનો સામનો કરીને વિમેન્સ સિંગલ્સની ક્લાસ 4-5ની ફાઈનલમાં 11-6, 13-11, 13-11થી વિજય હાંસલ કર્યો હતો. આમ સોનલ અને ભાવિના બંનેએ ડબલ્સમાં અભિયાનનો સફળ પ્રારંભ કર્યો હતો. મિક્સ ડબલ્સની ક્લાસ XW4-7 ગ્રૂપ-3ની મેચમાં સોનલ અને રમેશ ચૌધરીએ કુવૈતના મલક અલી અને યાકુબ કાસીમ સામે 11-8, 11-6, 11-4થી વિજય મેળવ્યો હતો.
ભાવિનાએ ઉષા રાઠોડ સાથે મળીને WW-5-10 ગ્રૂપ-1ની મેચમાં ઈજિપ્તની લામિયા મોહમ્મદ અને માઓના અબ્દેલ હકની સામે 13-11, 11-6, 13-11થી વિજય હાંસલ કર્યો હતો.
મિક્સ ડબલ્સ ક્લાસ XW10ગ્રૂપ-1ની મેચમાં ઉષા અને ત્રિવેન્દ્રસિંઘે ઈજિપ્તની વફા મોહમ્મદ યુનુસ અને અયમાન કમાલ અબ્દેલગફાર ઝેનાટીએ 7-11, 11-8, 12-10, 7-11, 11-8થી હરાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter