એશિયન પેરા ગેમ્સઃ ભારતે મેડલ્સની સદી ફટકારી ઇતિહાસ રચ્યો

Sunday 05th November 2023 05:42 EST
 
 

હાંગ્જાઃ ભારતીય પેરા એશિયન ખેલાડીઓએ શનિવારે ઈતિહાસ રચ્યો છે. ભારતે કુલ 111 મેડલ્સ જીત્યા છે. એવોર્ડ વિજેતાઓમાં નવ એવોર્ડ ગુજરાતના નવ ખેલાડી જીત્યા છે.
પેરા એશિયન ગેમ્સમાં પ્રથમવાર ભારતે 100 મેડલ્સનો આંક પાર કર્યો છે. અગાઉ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 72 મેડલનું હતું. આ પૂર્વે એશિયન ગેમ્સમાં પણ ભારતે પ્રથમવાર 100 મેડલ્સનો આંક પાર કરતાં 107 મેડલ્સ સાથે જીત્યા હતા.
ચીન 521 મેડલ (214 ગોલ્ડ, 167 સિલ્વર અને 140 બ્રોન્ઝ) સાથે પ્રથમ તથા ઈરાન 44 ગોલ્ડ- 46 સિલ્વર - 41 બ્રોન્ઝ સાથે કુલ 131 મેડલ જીતીને બીજા ક્રમે રહ્યું હતું. આ સાથે ભારત ટોપ-5માં સ્થાન મેળવવામાં સફળ રહ્યું. 2010માં ભારત 15મા, 2018મા નવમાં અને 2014માં ભારત 15માં સ્થાને રહ્યું હતું. ભારતીય પેરાલિમ્પિક કમિટીની અધ્યક્ષ દીપા મિલકે કહ્યું કે, ‘આ ઈતિહાસ સાથે પેરિસ પેરાલિમ્પિકની તૈયારી શરૂ થઈ છે. પેરિસમાં ટોક્યો પેરાલિમ્પિક કરતા વધુ મેડલ્સ જીતીશું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter