કૃણાલ પંડ્યા બન્યો પિતા, પત્ની પંખુરીએ પુત્રને જન્મ આપ્યો

Sunday 31st July 2022 07:54 EDT
 
 

વડોદરાઃ ભારતીય ક્રિકેટર અને હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પિતા બન્યો છે. તેમની પત્ની પંખુરી શર્મા-પંડ્યાએ પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી અને પુત્રની તસવીર પણ શેર કરીને પોતાના ફેન્સને તેનું નામ પણ જાહેર કર્યું હતુ. 31 વર્ષીય કૃણાલે તેની પત્ની અને પુત્રની એક સાથે બે તસવીરો ટ્વીટ કરી હતી. જેમાં લખ્યું હતું, 'કવીર કૃણાલ પંડ્યા'. કૃણાલ-પંખુરીના લગ્ન 2017માં થયા હતા અને આ તેમનું પહેલું સંતાન છે. કૃણાલની ​​કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે ભારત માટે પાંચ વન-ડે અને 19 ટી20 મેચ રમી છે. આમાં તેણે સૌથી વધારે 130 અને 124 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે વનડેમાં બે અને ટી20માં 15 વિકેટ પણ લીધી છે. જોકે, તે છેલ્લા એક વર્ષથી ટીમની બહાર છે.




to the free, weekly Gujarat Samachar email newsletter