ટાઈટન્સના ખેલાડીઓ દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી
Thursday 08th May 2025 06:31 EDT
આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે પણ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે અમદાવાદમાં મેચ રમવા આવેલી ટીમના ખેલાડીઓ બટાકાવડા, ભજિયા, પાત્રા તથા ફાફડા સહિત ગુજરાતી વાનગીઓનો આનંદ માણવા સાથે ડાંડિયા રાસ પણ રમ્યા હતા.