ધ પ્રાઇડવ્યુ ગૃપ દ્વારા ચોથી ચેરીટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મરચન્ટ ટેયલર્સ સ્કૂલ, નોર્થવુડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એશિયન બિઝનેસ સમુદાયની ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ૫ અોવરની મર્યાદીત મેચમાં જેડ ફાર્મસી ગૃપનો વિજય થયો હતો. કુલ £૧૩,૫૦૦નું એકત્ર થયેલ દાન નેપાળના ભુકંપ પિડીતોને ઘર બનાવી આપવા માટે 'બીગ હગ ફાઉન્ડેશન'ને અર્પણ કરાયું હતું. આ પ્રસંગે પ્રસ્તુત તસવીરમાં ધ પ્રાઇડ ગૃપ અને બીગ હગ ફાઉન્ડેશનના સદસ્યો સાથે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર લોર્ડ કમલેશ પટેલ અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર કિરણ મોરે નજરે પડે છે.