ભુજના તીર્થ મહેતાને એશિયન ઈ-સ્પોર્ટ્સ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ

Wednesday 05th September 2018 07:57 EDT
 
 

અમદાવાદઃ જાકાર્તા-પાલેમબેંગમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં આ વખતે સૌપ્રથમ વાર ઈ-સ્પોર્ટ્સ (ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ)નો પણ સમાવેશ કરાયો છે. ઈ-સ્પોર્ટ્સની ‘હાર્ટસ્ટોન’ નામની રમતમાં ભુજના તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. એશિયન ગેમ્સની ઈ-સ્પોર્ટ્સમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ છે.
આ વખતની એશિયન ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ સરિતા ગાયકવાડે એથ્લેટિક્સ, અંકિતા રૈનાએ ટેનિસ જ્યારે હરમીત દેસાઇ અને માનવ ઠક્કરે ટેબલ ટેનિસમાં ભારતને મેડલ અપાવ્યો હતો. તેમાં ૨૩ વર્ષીય તીર્થ મહેતાનો પણ સમાવેશ થઇ ગયો છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં તીર્થે વિયેતનામના ટુઆનને ૩-૨થી પરાજય આપ્યો હતો. અગાઉ હાર્ટસ્ટોનની પ્રથમ રાઉન્ડની મેચમાં તીર્થે જાપાનના એકાસાકા તેત્સુરોને ૩-૨થી પરાજય આપી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. સેમિફાઇનલમાં હોંગકોંગના ખેલાડી લો સેઝ કિન સામે તેનો ૨-૨થી પરાજય થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter