રવિ જાદવે પૂર્ણ કરી 500મી હાફ મેરેથોન

Friday 29th July 2022 13:04 EDT
 
 

રાજકોટઃ લોકોમાં શોખ પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેને સાકાર કરવા વ્યક્તિ તનતોડ મહેનત કરે છે. રાજકોટમાં આવા જ એક દોડવીર રવિ જાદવે અનેક અવરોધ છતાં શોખને વળગી રહી લક્ષ્ય હાંસલ કર્યું છે. રાજકોટ રનર્સ સ્પોર્ટસ ગ્રૂપનાં સભ્ય રવિ જાદવે 500 હાફ મેરેથોન દોડવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. રવિ જાદવ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રથમ વ્યક્તિ છે કે જેણે 500 હાફ મેરેથોન પૂર્ણ કરી છે. આ પ્રસંગે રાજકોટમાં તેના પુસ્તક ‘એકલવ્ય ઓફ રનિંગ’નું વિમોચન કરાયું હતું. મહત્ત્વની વાત એ છે કે રવિ જાદવ ભારતના માત્ર ચોથા એવા દોડવીર છે કે જેમણે 500 હાફ મેરેથોન દોડવાની સિદ્ધિ હાંસલ કરી છે. 




to the free, weekly Gujarat Samachar email newsletter