રાહુલ ગાંધી મુસ્લિમ લીગને “સેક્યુલર” હોવાનું પ્રમાણપત્ર આપે છે!

ઘટના દર્પણ

વિષ્ણુ પંડ્યા Wednesday 07th June 2023 07:28 EDT
 
 

ભારતના ભાગલા માટે જવાબદાર કોણ? સામાન્ય નાગરિક પણ જવાબ આપશે: “મુસ્લિમ લીગ”. અને કેટલાક વધુ ઊંડાણમાં જઈને કહેશે કે મોહમ્મદઅલી ઝીણા તે સમયના મુસ્લિમ લીગના એકમાત્ર નેતા હતા અને બ્રિટિશરોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને સફળ બનાવી. પાકિસ્તાન બન્યા પહેલાથી મુસ્લિમ લીગે “એક્શન પ્લાન” જાહેર કરીને બંગાળ અને બીજે લાખો હિન્દુઓની કત્લેઆમ કરી એટ્લે કોંગ્રેસનાં નેતાઓ ડરી ગયા કે આવુને આવું ચાલશે તો ભારત આંતરિક વિગ્રહમાં ફસાઈ જશે અને માંડ આવી રહેલી આઝાદી પાછી ઠેલાશે. કોંગ્રેસ કારોબારીએ માથું ઝુકાવી લીધું અને ભાગલા પડ્યા, ભાગલા થતાં વેટ ભયંકર હિંસા ફાટી નીકળે. 16 ઓગસ્ટ, 1946ની સવારથી ત્રણ દિવસમાં એકલા કોલકાતામાં 6000 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. 20000 બળાત્કાર થયા. સાડા સાત નાગરિકો પૂર્વ-પશ્ચિમ પંજાબમાં રહેસાઈ ગયા. આટલા મૃત્યુ તો ભારતની આઝાદી જંગમાં યે થયા નથી. પ્યારેલાલ, ગાંધીજીના અંતેવાસી તેમના પુસ્તક ધ લાસ્ટ ફેઝ માં લખે છે કે ચાલીસ કલાકથી વધુ સમયમાં લૂંટફાટ, ખુનામરકી, ચાલુ રહી. મહોલ્લાઓમાં જ્યાં ત્યાં મડદા રઝળતા હતા. શેરીઓમાં કુતરા, શિયાળ , ગીધોની ઉજાણી ચાલી, બાળકોને છાપરા પરથી નીચે ફેંકી દેવાયા. કે જીવતા બાળી નાખવામાં આવ્યા. સ્ત્રીઓ પીઆર અત્યાચાર ગુજારીને આંગછેદન કરીને મારી નાખવામાં આવી “ (જુઓ, પ્યારેલાલનું ગુજરાતી ભાષાંતર “પૂર્ણાહુતિ” ભાગ-1, પૃષ્ઠ 329-30) 1947 ના 19 માર્ચ બપોર સુધીમાં 2049 શીખો મરાયા, 1103 ઘાયલ થયા.”પ્યારેલાલના શબ્દોમાં “દિલ્હી કબ્રસ્તાન બની ગયું હતું.. દેશના પાટનગરમાં દર ચોથી વ્યક્તિ નિર્વાસિત હતી. 27 ઓગસ્ટથી 6 નવેમ્બર સુધીમાં 27,99,000 નિર્વાસિતોને પાકિસ્તાનથી ભારત લાવવાની યોજના નિષ્ફળ ગઈ. 4,27000 હિન્દુ હિજરત કરીને ભારત આવવા નીકળ્યા. સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં પશ્ચિમ પંજાબ (પાકિસ્તાન) ના નહેર વિસ્તારમાં 24 કાફલા ભારત તરફ વળ્યા, દરેક કઅફળમાં 30 થી 40000 લોકો હતા. કુલ મળીને 8,45000 હિન્દુ નિર્વાસિત બનીને ભારતમાં આવ્યા. 100000 સ્ત્રીઓ પીઆર બળાત્કાર થયાનું નોંધાયું છે. સિંધમાંથી સાત લાખ અને 50000 હિન્દુ ઉચાળા ભર્યા.
કેટલાક ઉદારમતવાદીઓ એવું કહેશે કે મુસ્લિમની જેમ હિન્દુઓએ પણ હિંસા કરી હતી. પણ મૂળ સવાલ એ છે કે આ આગ સળગાવી કોણે? સ્પષ્ટ જવાબ છે કે જનાબ જીનાહ અને મુસ્લિમ લીગે. 1947માં ભાગલા પછી પાકિસ્તાનની માગણી પૂરી થઈ ગયા પછી લીગનું ભારતમાં અસ્તિત્વ રહે તેની પાછળ શરૂઆતથી કોંગ્રેસ રહી. કેરળમાં તેની સાથે અગાઉ અને પછી જોડાણ પીએન કર્યું. હવે રાહુલ તેને બિનસાંપ્રદાયિક હોવાનું પ્રમાણપત્ર અમેરીકામાં બેસીને આપે છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter