દેશમાં GSTના દર નક્કીઃ પાંચથી માંડી અઠ્ઠાવીસ ટકા સુધી સ્લેબ

Wednesday 24th May 2017 08:37 EDT
 
 

શ્રીનગર: ૧ જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ અનાજ સસ્તું થઇ જશે. જીએસટી કાઉન્સિલે તેની પર ટેક્સ નહીં લાદવાનો નિર્ણય કર્યો છે. હાલ કેટલાંક રાજ્ય ઘઉં, ચોખા પર વેટ લગાવે છે. દૂધ-દહીં પહેલાંની જેમ ટેક્સના રખાયા છે. જીવન રક્ષક દવાઓ ૫ ટકાની શ્રેણીમાં રખાઇ છે. દાયરાની બહાર રહેશે, પણ મીઠાઈ પર ૫ ટકા ટેક્સ લાગશે.
રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે, હેરઓઇલ, સાબુ, ટૂથપેસ્ટ પણ સસ્તાં થશે. તેની પર માત્ર ૧૮ ટકા ટેક્સ લાગશે, જે હાલ એક્સાઇઝ અને વેટ સાથે ૨૨-૨૪ ટકા જેટલા હતા. ખાંડ, ચા, કોફી (ઇન્સ્ટન્ટ નહીં) અને ખાદ્ય તેલ પર ૫ ટકા ટેક્સ લાગશે. તેની પર વર્તમાન રેટ પણ આસપાસ છે. સૉફ્ટ ડ્રિન્ક્સ અને કારો પર ૨૮ ટકા ટેક્સ રેટ લાગુ થશે. કારો પર સેસ પણ લાગશે. એસી, ફ્રિજ ૨૮ ટકા ટેક્સ દાયરામાં રહેશે.
GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ રેટને અંતિમ સ્વરૂપ
નાણા પ્રધાન અરુણ જેટલીના વડપણ હેઠળ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સ રેટને અંતિમ રૂપ અપાયું હતું. જેટલીએ કહ્યું હતું કે, પેકેજ્ડ અને બ્રાન્ડેડ ફૂડ પર રેટ હજુ નક્કી થયા નથી. જેટલીના અનુસાર તમામ વસ્તુઓ અને સેવાઓ અંગે ટેક્સ રેટ હજુ નક્કી થઇ શક્યા નથી. તે માટે કાઉન્સિલની એક વધુ બેઠક થશે. નાણા પ્રધાને કહ્યું કે જે વસ્તુઓ પર હાલ ૩૧ ટકાની આસપાસ ટેક્સ લાગતો હતો તેની પર હવે ૨૮ ટકા લાગશે. તેથી પગલાથી મોંઘવારી વધવાની આશંકા નથી.
જેટલીએ કહ્યું કે જે અગાઉ વસ્તુઓ પર વિચાર થયો તેમાં કોઇ ટેક્સ વધારાયો નથી. બલકે કેટલીક પર ઘટ્યો છે. ઉદ્યોગને રાહત આપતા ગુડ્સ અને ઇન્ટરમીડિયેટ વસ્તુઓ પર ૧૮ ટકા ટેક્સ રેટ નક્કી કરાયો છે. કોલસા પર વર્તમાન ૧૧.૬૯ના સ્થાને ૫ ટકા ટેક્સ લાગશે. હાલ ૨૯૯ વસ્તુઓને એક્સાઇઝ અને ૯૯ને રાજ્યોના વેટથી છૂટ મળેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter