નવી દિલ્હીઃ એક્સપોર્ટર્સના મતે ભારત દ્વારા 86 બિલિયન ડોલરની નિકાસ યુએસમાં કરવામાં આવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ અજય સહાયના જણાવ્યા મુજબ, અમેરિકાનો આ નિર્ણય અત્યંત આઘાતજનક છે. તેના કારણે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 55 ટકા ઉત્પાદનોને અસર થશે. વર્ષ 2024-25માં ભારત-અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષી વેપાર 131.8 બિલિયન ડોલર હતો. જેમાં અમેરિકામાં થતી નિકાસનું મૂલ્ય 86.5 બિલિયન ડોલર અને ભારતમાં આયાતનું મૂલ્ય 45.3 બિલિયન ડોલર હતું.
ટેરિફની અસર કયા ક્ષેત્રમાં વધુ?
ટ્રમ્પે ઝીંકેલા ટેરિફ વધારાની સૌથી વધુ અસર ભારતના ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, શ્રીમ્પ, લેધર-ફૂટવેર, એનિમલ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ અને ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ મશીનરી પર પડશે.
આ સેક્ટરને ઓછી અસર
ભારતના ફાર્માસ્યુટિકલ્સ, ક્રૂડ ઓઈલ જેવા ઊર્જા ઉત્પાદનો, રિફાઈન્ડ ફ્યુલ, નેચરલ ગેસ, કોલસો, વીજળી, ક્રિટિકલ મટિરીયલ, સેમિ કન્ડક્ટર્સ અને મોબાઈલ-કમ્પ્યૂટર જેવા ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસને ઊંચા ટેરિફમાંથી બાકાત રખાયા છે.