અમેરિકામાં બોગસ યુનિવર્સિટીમાં દાખલ થનારા ભારતીય વિદ્યાર્થીઓ ઝડપથી વતન ભણી

Wednesday 13th February 2019 06:12 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકાની બનાવટી યુનિવર્સિટીઓમાં એડમિશન લઇ ગેરકાયદે વસવાટ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પૈકી કેટલાક જાતે જ અમેરિકા છોડી ભારત ફરી રહ્યાં છે. જો કે અમેરિકાએ આવા ૧૨૯ વિદ્યાર્થીઓની પાંચમીએ અટકાયત કરી હતી અને અમુકના પગમાં ઇલેકટ્રોનિક મોનિટર લગાવીને મુક્ત કરાયા હતા.
બોગસ યુનિ.માં એડમિશન લેનારા અને ધરપકડ નહીં કરાયેલા વિદ્યાર્થીઓને વકીલો સલાહ આપે છે કે તેમણે ઝડપથી અમેરિકા છોડી દેવું જોઇએ. બીજી તરફ અમેરિકાના આંતરિક સુરક્ષા વિભાગે જાણીજોઇને બોગસ યુનિવર્સિટીની રચના કરવાની મંજૂરી આપીને હજારો માઇલો દૂર અન્ય દેશોના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે તેવું કેલિફોર્નિયા સ્થિત ભારતીય અમેરિકન વકીલ અનુ પેશાવરિયાએ તાજેતરમાં જણાવ્યું હતું. ભારત સરકારે આ સંદર્ભમાં અમેરિકા દૂતાવાસનો સંપર્ક કરતા અમેરિકાએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા ભારતીય વિદ્યાર્થીઓ જાણતા હતા કે તેઓ ગુનો કરી રહ્યાં છે. તેની સામે જવાબ આપતાં અનુએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી અનેક ભારતીય વિદ્યાર્થીઓના તેમના પર ફોન આવી રહ્યાં છે. પેશાવરિયાએ વધુમાં જણાવ્યું છે કે અમે એવું નથી કહી રહ્યાં કે વિદ્યાર્થીઓનો કોઇ દોષ નથી તેમણે યુનિવર્સિટીમાં એડમિશન લેતાં પહેલા તમામ તપાસ કરવી જોઇએ. જો તે કાવતરું ઘડીને ગુનો આચરી રહ્યાં હોય તો અલગ વાત છે, પણ આ કેસમાં તો તેમને ગુનો આચરવા માટે પ્રેરણા અપાઈ હોવાનું જણાય છે એટલે કે તેમને બોગસ અમેરિકન યુનિવર્સિટીઓ દ્વારા લાલચ આપીને ફસાવવામાં આવ્યા છે.
પેશાવરિયાએ જણાવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને ચિંતા સતાવી રહી છે કે હોમલેન્ડ સિક્યુરિટીની આ કાર્યવાહી તેમના સત્તાવાર રેકોર્ડમાં નોંધાઇ જશે. જેના કારણે તેમની
આટલા વર્ષોની મહેનત નિરર્થક થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter