અલાબામામાં કેરળની યુવતીની હત્યા

Saturday 11th December 2021 14:52 EST
 
 

મોન્ટગોમરીઃ અમેરિકાના અલાબામા રાજ્યની રાજધાની મોન્ટગોમરી ખાતે ૧૯ વર્ષની મૂળ કેરળની યુવતી પોતાના ઘરમાં સૂઈ રહી હતી ત્યારે ઉપરના માળેથી સીલિંગની આરપાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી વાગતાં યુવતી તત્કાળ મૃત્યુ પામી હોવાનું ફોરેન્સિક નિષ્ણાતોએ જણાવ્યું છે. મરનારનું નામ મરિયમ સુસાન મેથ્યૂ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. તે ભારતના કેરળ રાજ્યના થિરુવલ્લા નજીક એડાપ્લી પરમબિલ વીટિટ્લ ખાતે રહેતા બોબન મેથ્યૂ અને બિન્સીની પુત્રી છે. પોલીસને શંકા છે કે તેના ઉપરના માળે રહેતા પાડોશીએ તેની હત્યા કરી છે. પોલીસેએ દિશામાં તપાસ કરી રહી છે. જોકે હજી સુધી પોલીસે કોઈની ધરપકડ કરી નથી.
મરિયમની નજીકના લોકોના જણાવ્યા અનુસાર પોલીસની કામગીરી પૂર્ણ થયા પછી તેનો મૃતદેહ અલાબામા ખાતે લોકના દર્શન માટે મૂકવામાં આવશે. તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તેનો મૃતદેહ ભારત લઇ જવામાં આવશે. મરિયમ સુસાન ભારતમાં એસએસસી પાસ કર્યા પછી ચાર મહિના પહેલાં જ અમેરિકા આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter