એફ-૧૬ ફાઇટરનો ઉપયોગ પાક. ફક્ત ભારત સામે કરી શકશે: યુએસના સાંસદોની ચેતવણી

Friday 29th April 2016 04:12 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાના સાંસદોએ ફરી એકવાર પાકિસ્તાનને એફ-૧૬ ફાઇટર જેટ્સ વેચવા સંબંધે વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાંસદોએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન એફ-૧૬ ફાઇટર જેટ્સનો ઉપયોગ આતંકવાદીઓ વિરુદ્ધ નહીં પરંતુ ભારતની વિરુદ્ધ કરશે.' સાંસદોએ ઓબામા સરકારને જણાવ્યું છે કે, તેઓ આ ડીલની પુનઃ સમીક્ષા કરે.

અમેરિકન કોંગ્રેસના એક સેશન દરમિયાન સાંસદ મેટ સાલમોને જણાવ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ છે. અમને નથી લાગતું કે પાકિસ્તાન આ જેટ્સનો ઉપયોગ પાકિસ્તાનની વિરુદ્ધ કરશે. અન્ય એક સાંસદ બ્રેડ શર્મને જણાવ્યું કે, પાકિસ્તાન આટલા મોંઘા જેટ્સનું કરશે શું? શું આ ડીલ ભારતની બરોબરી કરવા માટે તો નથી થઈ રહી? અમેરિકાએ તેને ફક્ત એવા હથિયાર આપવા જોઇએ જે આતંકીઓ વિરુદ્ધ ઉપયોગમાં લઈ શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter