જયશંકર-ટ્રમ્પ વચ્ચે મુલાકાતનો તખ્તો ગોઠવાયો?

Wednesday 04th February 2026 01:32 EST
 
 

પ્રમુખ ટ્રમ્પ રશિયા-વેનેઝુએલા-ઈરાન જેવા દેશો પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે ભારતને ધમકી આપતા રહે છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પોસ્ટ મૂકીને કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ. વિદેશ મંત્રી જયશંકર પાંચમી ફેબ્રુઆરી સુધી અમેરિકામાં છે. વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરશે. દુર્લભ ખનીજની બાબતમાં વિદેશ મંત્રીઓની મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે એમાં ભાગ લેવાના છે. જોકે, અહેવાલોમાં એવો દાવો થઈ રહ્યો છે કે વિદેશમંત્રી પ્રમુખ ટ્રમ્પ સાથે ગુપ્ત બેઠક કરશે અને ભારત-અમેરિકા વચ્ચે વેપારની ડીલનું વાતાવરણ બને તેવા પ્રયાસો કરશે. ભારતની ચીજવસ્તુ પર ટેરિફ વધારીને 50 ટકા કર્યા બાદ અને રશિયાના ક્રૂડ પર વધારાના 25 ટકા ટેરિફ પછી થનારી આ મુલાકાત કેવી રહેશે તેના પર નજર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter