• 7 ઓગસ્ટ - પુતિન અને ડોભાલઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પછી રશિયન વિદેશમંત્રીએ ભારતને સૌથી મજબૂત અને વિશ્વસનીય સાથી ગણાવ્યું.
• 17 ઓગસ્ટ - ચીનના વિદેશ મંત્રી વાંગ ભારત મુલાકાતેઃ ચીનના વિદેશંત્રી વાંગ યી ભારત આવ્યા. ડોભાલ, જયશંકર અને મોદીને મળ્યા હતા. બંને દેશો સંબંધોને મજબૂત બનાવવા સંમત થયા. ટેરિફ મુદ્દે ભારતને ટેકો આપ્યો.
• 21 ઓગસ્ટ - પુતિન અને જયશંકરઃ જયશંકર મોસ્કોમાં પુતિનને મળ્યા. આ પછી જયશંકરે કહ્યું કે બંને દેશો વેપાર આગળ વધારશે. રશિયાના નાયબ વેપાર પ્રતિનિધિ એવગ્રેનીએ કહ્યું કે ભારતને ક્રૂડ ખરીદી પર ડિસ્કાઉન્ટ મળતું રહેશે.
નવી લોબિંગ ફર્મ દ્વારા બેકડોર વાટાઘાટો માટે પણ તૈયારી
ભારતીય દૂતાવાસે પૂર્વ સેનેટર ડેવિડ વિટરની લોબિંગ ફર્મ મર્ક્યુરી પબ્લિક અફેર્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેથી અમેરિકી વહીવટીતંત્ર સાથેની વાટાઘાટો પાછી પાટા પર લાવી શકાય. આ અંગેની માહિતી તાજેતરમાં વિદેશી એજન્ટ નોંધણી કાયદા હેઠળ યુએસ ન્યાય વિભાગને આપવામાં આવી હતી.