અમદાવાદઃ બે દિવસના ઝંઝાવાતી ગુજરાત પ્રવાસે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદનીને સંબોધતા ફરી સ્પષ્ટ કર્યું છે કે (ટેરિફ મામલે) ગમેતેટલું દબાણ આવશે તો પણ ભારત ઝૂકશે નહીં. વિશ્વભરમાં આજે દરેક આર્થિક હિતના આધારે રાજકારણ કરે છે. અમેરિકાએ ભારત પર 25 ટકાનો દંડાત્મક ટેરિફ લાદતું નોટિફિકેશન જારી કર્યું તેની પૂર્વસંધ્યાએ મોદીએ આ શબ્દો કહ્યા હતા. અમદાવાદની ધરતી પરથી હુંકાર ભરતાં વડાપ્રધાને કહ્યું કે નાના દુકાનદાર, કિસાન ભાઈ-બહેનો, પશુપાલક ભાઈ-બહેનોનાં હિત સર્વોપરી છે. હું તેમને ફરી વચન આપું છું કે તમને કોઈ અન્યાય નહીં થવા દેવાય. આપણે આપણી તાકાત વધારીશું. આજે સ્વદેશી અને આત્મનિર્ભરતા થકી જ વિકાસમાર્ગે આગેકૂચ થઇ શકશે. આત્મનિર્ભર ભારતના અભિયાનને ગુજરાત તરફથી ઘણી શક્તિ મળી રહી છે અને તેની પાછળ બે દાયકાની મહેનત છે. (વિશેષ અહેવાલ - પાન 8)