પાકિસ્તાનને અમેરિકાએ એક ડોલર પણ ન આપવો જોઈએ એ દેશ આતંકીઓનું આશ્રયસ્થાન છેઃ નિક્કી હેલી

Friday 14th December 2018 01:34 EST
 
 

વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ તાજેતરમાં આતંકના મુદ્દે વધુ એક વાર પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. હેલીએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને સતત આશ્રય આપી રહેલો દેશ છે. પાકિસ્તાનમાં વસતા આતંકવાદીઓ અમેરિકી સૈનિકોની હત્યા કરી રહ્યાં છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓનો સફાયો નહીં કરે ત્યાં સુધી અમેરિકા પાકિસ્તાનને એક ડોલર પણ નહીં આપે. તેમણે કહ્યું કે અમેરિકાનું અહિત કરનાર દેશોને પૈસા આપવાની કોઈ જરૂર નથી. પાકિસ્તાન પૈસા લઈને અમેરિકાની પીઠમાં ખંજર ભોંકે છે.

હેલી અમેરિકી અખબાર ધી એટલાન્ટિક સાથેની વાતચીતમાં કહ્યું કે, મને લાગે છે કે કયા દેશો સાથે ભાગીદારી કરવી તે અંગે રણનીતિક રીતે વિચારવાની જરૂર છે. મને લાગે છે કે અમેરિકા આંખો બંધ કરીને પૈસા આપે જાય છે. તેનો કોઈ ફાયદો થશે કે નહીં તે પણ વિચારી શકતો નથી.

લીએ કહ્યું કે હું એક ઉદાહરણ આપવા માગું છું. અમેરિકાએ પાકિસ્તાનને એક અબજ ડોલરની સહાય કરે છે તેમ છતાં પણ તે આતંકવાદીઓને આશ્રય આપે છે અને તે આતંકવાદીઓ આવીને આપણા સૈનિકોની હત્યા કરી જાય છે. આ બિલકુલ સારી વાત નથી જ્યાં સુધી પાકિસ્તાન આતંકીઓને આશ્રય આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અમેરિકાએ એક ડોલર પણ ન આપવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter