નવી દિલ્હીઃ ટ્રમ્પ ટેરિફ મુદ્દે વિવાદને પગલે ભારતે હવે અમેરિકા પાસેથી F-35 જેટ ફાઈટર વિમાનો નહીં ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારતે F-35 જેટ ફાઈટર ખરીદવાની દરખાસ્ત પર ઠંડું પાણી રેડી દીધું છે. ભારતનાં પીએમ મોદી જ્યારે ફેબ્રુઆરીમાં અમેરિકા ગયા હતા ત્યારે ટ્રમ્પ દ્વારા મોદીને F-35 જેટ ફાઈટર વિમાનો વેચવા ઓફર કરવામાં આવી હતી. ભારત પોતાની સ્વદેશી ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. આમ ભારત હવે સંરક્ષણ સાધનોમાં આત્મનિર્ભરતા હાંસલ કરી રહ્યું છે. ભારત સરકાર હવે એવા સંરક્ષણ સાધનો ખરીદવા માંગે છે જે ભારતને ટેકનોલોજી ટ્રાન્સફર કરે. ભારતમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ સંયુક્ત રીતે ઉત્પાદન કરી શકાય અને ટેકનોલોજી ભારતને આપવામાં આવે.