ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં
• દ્વિપક્ષીય વેપાર: 212.3 બિલિયન ડોલરથી પણ વધારે છે.
• ગુડ્સ ટ્રેડ: બન્ને દેશ વચ્ચે કુલ 128.9 બિલિયન ડોલરનો વેપાર. જેમાં અમેરિકાએ ભારતમાંથી 87.3 બિલિયન ડોલરની આયાત કરી જ્યારે ભારતે અમેરિકામાંથી 41.5 બિલિયન ડોલરની આયાત કરી.
• વ્યાપારિક ભાગીદારી: વર્ષ 2024-25માં ભારતની સૌથી મોટી વ્યાપારિક ભાગીદારી છે એવા દેશોમાં અમેરિકા મોખરે રહ્યું છે.
• બિઝનેસ ગ્રોથઃ બન્ને દેશ વચ્ચે કુલ દ્વિપક્ષીય વ્યાપારિક ગ્રોથ 2024માં 8.3 ટકા રહ્યો છે
ભારત-અમેરિકા એકબીજા પાસેથી શું ખરીદે છે?
• અમેરિકા ભારતમાંથી ખરીદે છે... દવાઓ (12.7 બિલિયન ડોલર), કિંમતી પથ્થર, મેટર, મોતી (11.8 બિલિયન ડોલર), ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો (14.8 બિલિયન ડોલર) અને મશીનરી
• ભારત અમેરિકામાંથી ખરીદે છે... ખનીજો, ઓઇલ (3.2 બિલિયન ડોલર), ઓર્ગેનિક કેમિકલ્સ અને મશીનરી
ભારત-અમેરિકાઃ આ ડીલથી શું બદલાશે?
• ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. • બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો ભાગ છે. • ભારત માટે આ એક મોટું પગલું છે. કારણ કે તે પોતાની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે મોટા પાયે તેલ આયાત પર આધાર રાખે છે. • અમેરિકા માટે પણ આ મોટી જીત છે, કારણ કે તે પોતાની વેપાર ખાધ ઘટાડવા માંગે છે અને પોતાના ઉત્પાદનો માટે નવા બજારો શોધી રહ્યો છે. • આ ડીલ બંને દેશોના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.


