ભારત-મેક્સિકોએ અંતરિક્ષ સહયોગ માટે સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા

Saturday 09th July 2022 09:07 EDT
 
 

મેક્સિકો: મેક્સિકો શહેરમાં ભારત અને મેક્સિકો વચ્ચે મળેલી દ્વિપક્ષીય પરામર્શ બેઠકમાં બંને દેશોએ અંતરીક્ષ ક્ષેત્રે સહયોગ માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બેઠકમાં વેપાર, આરોગ્યથી માંડીને ફાર્મા સેક્ટર સુધીના મુદ્દે ચર્ચા કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના સચિવ સૌરભ કુમારે ભારતની અંતરીક્ષ એજન્સી ઈસરો વતી તેમજ મેક્સિકોની સ્પેસ એજન્સીના નિયામક સાલ્વાડોર લેન્ડર્સને સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
સમજૂતીમાં પાક નિયમન, દુષ્કાળની સંભાવનાની સમીક્ષા અને ક્ષમતા વિસ્તાર પર ભાર મૂકાયો છે. ઇસરો અને મેક્સિકન અંતરિક્ષ એજન્સીએ શાંતિપૂર્ણ હેતુસરના અંતરિક્ષ સહયોગ માટે ઓક્ટોબર 2014માં સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter