ભારતવંશી રામનાથનને જિયો સાયન્સનો નોબેલ એવોર્ડ

Saturday 14th February 2026 11:02 EST
 
 

ન્યૂયોર્કઃ ભારતીય-અમેરિકન હવામાન વૈજ્ઞાનિક 82 વર્ષના વીરભદ્રન રામનાથનને રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસ દ્વારા 2026નો કૈફોર્ડ પ્રાઇઝ (જિઓ સાયન્સિસ) એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારને જિઓ સાયન્સિસ ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર ગણવામાં આવે છે. તમિલનાડુના મદુરાઇમાં જન્મેલા રામનાથને હિમાલયના ગ્લેશિયરો પર પ્રદૂષણની અસરને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી હતી. આ સફળતા ભારત માટે ગૌરવની વાત છે.

50 વર્ષ પહેલા શોધ કરી હતી

રામનાથને 1975માં ‘નાસા’માં કામ કરતી વખતે આ શોધ કરી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે ક્લોરોફ્લોરોકાર્બન, જે એરોસોલ અને રેફ્રિજરેશનમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા હતા, તે વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડની તુલનામાં 10,000 ગણી વધારે અસરકારક રીતે ગરમી જાળવી રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter