ભેદભાવપૂર્ણ વ્યવહારે ભારતીય વિદ્યાર્થીનો જીવ લીધોઃ અકુલને ક્લબમાં પ્રવેશ ન મળતાં ઠંડીમાં ઠુંઠવાઇને મૃત્યુ થયું

Tuesday 27th February 2024 08:20 EST
 
 

શિકાગોઃ યુએસમાં ભારતીય મૂળના વિદ્યાર્થી 18 વર્ષના અકુલ ધવનને 20 જાન્યુઆરીએ કલબમાં પ્રવેશ આપવામાં ન આવતાં તેનું માઈનસ બે ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાઈને મોત થયું હોવાનો ખુલાસો કોરોનર રિપોર્ટમાં થયો છે. વારંવાર વિનંતી કરવા છતાં અકુલને ક્લબમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. બાદમાં કલબથી થોડાં અંતરે જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઇલિનોય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અકુલના મોત બાદ તેને શ્રદ્ધાંજલિ આપવા કેમ્પસમાં કેન્ડલ લાઈટ વિજિલ પણ યોજી હતી.

યુએસમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના છેલ્લા થોડા સમયથી રહસ્યમય મોત થઇ રહ્યા છે તેમાં અકુલ ધવનના મોતનો ઉમેરો થયો છે. શિકાગોમાં ઇલિનોય યુનિવર્સિટીનો વિદ્યાર્થી અકુલ 20 જાન્યુઆરીની રાત્રે પોતાના મિત્રો સાથે યુનિવર્સિટી નાઇટ કલબમાં જવા માંગતો હતો પણ તેને કલબમાં પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. અકુલે વારંવાર ક્લબમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પણ તેને કલબમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. એ દિવસે ઠંડીનો પારો ગગડીને માઇનસ 2.7 ડિગ્રી થઈ ગયો હતો. કલબમાં પ્રવેશ ન મળવાને કારણે ઠંડીમાં ઠુઠવાઈને તેનું મોત થયું હતું.
શેમ્પેઈન કાઉન્ટીના કોરોનરના જાહેર કરાયેલા રિપોર્ટમાં અકુલના મોતનું કારણ હાઈપોથર્મિયા હોવાનું છતું થયું હતું. જે રાત્રે અકુલને ક્લબમાં પ્રવેશ ના અપાયો તેના બીજે દિવસે સવારે અકુલનો મૃતદેહ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવ્યો હતો. કોરોનરના રિપોર્ટ અનુસાર અકુલે ઘટનાની રાત્રે દારૂ પીધો હતો.
અકુલનો મૃતદેહ ઘટનાસ્થળથી માંડ 200 ફૂટના અંતરે મળી આવ્યો હતો. આમ છતાં પોલીસને અકુલનો પત્તો મેળવવામાં દસ કલાકનો સમય લાગ્યો હોઈ પોલીસ તપાસ બાબતે અકુલના માતાપિતાએ સવાલો કર્યા છે. અકુલનો પતો રાત્રે જ મળી ગયો હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. અકુલના માતાપિતા ઇશ અને રીતુ ધવન કેલિફોર્નિયામાં રહે છે અને તેમણે પોલીસની ભૂમિકા બાબતે સવાલો કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter