શ્રીનગર: કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું વર્ષ 2025ના પ્રતિષ્ઠિત વિનફ્યુચર પ્રાઇઝ એવોર્ડની ઇમર્જિંગ ફિલ્ડ્સ કેટેગરીમાં ઇનોવેટર્સ વિથ આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ્સ વડે સ્પેશ્યલ પ્રાઇઝ વડે સન્માન કરાયું છે.
ડો. ખાનડે અને તેમની રિસર્ચ ટીમે ક્લોનલ હાઇબ્રિડ પાકનું ઉત્પાદન કરવા માટે ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવી છે. તેના કારણે હાઇબ્રિડ ચોખા અને અન્ય પાક એવા બીજનું ઉત્પાદન કરી શકશે જે તેમના હાઇબ્રિડ લક્ષણોને કેટલીય ભાવિ પેઢીઓ સુધી જાળવી શકશે. ડો. ખાનડેએ શોધેલી નવી પદ્ધતિના કારણે નવી પેઢીના જ નહીં આગામી કેટલીય પેઢીઓ સુધીના બીજમાં તેના ફાયદા જળવાયેલા રહે છે.
આ પદ્ધતિના કારણે ખેડૂતોના બિયારણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, ઉત્પાદકતામાં વધારો થશે અને વૈશ્વિક ફૂડ સિક્યોરિટીમાં પણ વધારો થશે. વર્ષોના સંશોધન પછી આ પરિણામ હાંસલ કરી શકાયું છે.


