ઉત્તર પ્રદેશના 68 વર્ષીય રામ સિંહ બૌદ્ધે વિવિધ પ્રકારના 1,257 રેડિયોના કલેક્શન સાથે ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું છે. સન 1920થી લઈને 2010 સુધીના રેડિયો સેટ ધરાવતા રામ સિંહ પાસે આમ તો 1,400 રેડિયો છે પરંતુ, ગિનીસ બુક નિયમ પ્રમાણે દરેક આઈટમ ખાસ હોવી જોઈએ, જેથી ડુપ્લિકેટ્સને બાકાત રખાયા હતા. અગાઉનો વર્લ્ડ રેકોર્ડ એમ. પ્રકાશના નામે હતો. તેમની પાસે 625 રેડિયોનું કલેક્શન હતું.