જલ્લીકટ્ટુઃ આખલા અને આદમીની શક્તિનું પરીક્ષણ

Friday 25th January 2019 06:54 EST
 
 

તામિલનાડુ સહિતના દક્ષિણ ભારતમાં પોંગલ પર્વ દરમિયાન જલ્લીકટ્ટુ નામની આખલા દોડાવવાની પરંપરાગત રમત યોજાય છે. આ રમતમાં આખલાને ખુલ્લા છોડી દેવાય છે અને લોકોએ આખલાને નાથી તેનાં શિંગડામાં લાગેલી નોટ કાઢવાની હોય છે. જે નરબંકો આખલાને કાબૂ કરવામાં સફળ થાય છે તેને સોનાના સિક્કા, ટીવી સેટ, બાઈક અને કાર જેવા શાનદાર ઇનામ મળે છે.
જલ્લીકટ્ટુ રમતનું નામ સલ્લી કાસૂ પરથી ઉતરી આવ્યું છે. સલ્લીનો મતલબ સિક્કો અને કાસૂનો મતલબ શિંગડામાં બાંધેલું થાય છે. આ રમતનો ઇતિહાસ ૪૦૦ વર્ષ જૂનો છે. જૂના સમયમાં સ્વયંવર માટે જલ્લીકટ્ટુનું આયોજન કરાતું હતું. જે બહાદુર યુવાન દોડતા આખલાને કાબૂમાં કરતો હતો પરિજનો તેની સાથે પોતાની દીકરીનાં લગ્ન કરાવી દેતાં હતા. મદુરાઇમાં જલ્લીકટ્ટુ રમતનો સૌથી મોટો મેળો પણ યોજાય છે. આ જીવલેણ ગ્રામીણ રમત પર ૨૦૧૫માં ભારતની સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો, પરંતુ - કાનૂની છીંડા શોધીને - અમુક શરતોને આધીન રહીને આજે પણ આ ખેલ યોજાઇ રહ્યો છે. અંતરિયાળ વિસ્તારોમાં અલગ અલગ દિવસે યોજાતી આ જલ્લીકટ્ટુ રમતમાં અત્યાર સુધીમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે જ્યારે ૫૦થી વધુને ઇજા થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter