આધુનિક યુગનાં શ્રવણ

દીકરો-વહુ માતા-પિતાને કાવડયાત્રા કરાવી રહ્યાં છે

Friday 12th August 2022 11:01 EDT
 
 

મુંગેરઃ બિહારના ચંદનકુમાર શ્રવણકુમારની માફક જ માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રાએ નીકળ્યા છે. તેમની સાથે તેમની પત્ની રાનીદેવી અને 2 બાળકો પણ 105 કિલોમીટરની આ યાત્રામાં જોડાયા છે. સુલતાનગંજ ગંગાઘાટ પરથી જળ લઇને તેઓ સપરિવાર બાબા વૈદ્યનાથના દર્શન માટે નીકળ્યા છે. પતિ-પત્ની શ્રવણકુમારની જેમ ખભે કાવડ રાખીને માતા-પિતાને લઇને જળાભિષેક માટે નીકળી પડ્યા છે. ચંદનકુમાર જહાનાબાદના બીરપુરના રહેવાસી છે. તેમણે માતા-પિતાને કાવડમાં વૈદ્યનાથની યાત્રા કરાવવાની વાત કરી તો પત્ની રાનીદેવીએ પણ સાથે આવવાની ઇચ્છા વ્યક્ત કરી. છેવટે આખો પરિવાર યાત્રા કરવા નીકળી પડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter