ઉત્તરાખંડના યુવકે બનાવી હવામાં ઉડતી કાર

Friday 21st August 2026 08:18 EDT
 
 

અલમોડાઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક આસમાની રંગની સિંગલ સીટર ગાડીમાં બેસીને હવામાં ઉડતો નજરે પડે છે. દેખાવમાં આ ગાડી ખૂબ જ નાની છે અને તેમાં પૈડાંના બદલે ચારેય બાજુ કુલ 8 ફેન લાગેલા છે. આ ફેનની મદદથી તે લીલાછમ ઘાસના મેદાન વચ્ચેથી ટેક-ઓફ કરે છે અને આશરે 20 ફૂટની ઊંચાઈએ રહીને આખા મેદાનનું ચક્કર લગાવી ફરી તે જ જગ્યાએ સુરક્ષિત લેન્ડિંગ કરે છે. આશરે 1મિનિટ 37 સેકન્ડના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે સરકાર મદદ કરે કે ન કરે, પરંતુ પ્રતિભાશાળી લોકો પોતાની મહેનતથી કામ કરતા રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter