ઓટો રીક્ષામાં જ આશિયાના

Tuesday 02nd March 2021 06:16 EST
 
 

ચેન્નઇઃ મહાનગરના રહેવાસી અરૂણ પ્રભુએ એક જૂની રીક્ષામાં અદ્દભૂત ઘર બનાવ્યું છે. જૂની રીક્ષાને મોડીફાઈ કરીને તેમાં પાછળ રૂમ ઉભો કરી દેવાયો છે. જે બેડરૂમ છે, કિચન છે અને બાથરૂમ પણ છે, કેમ કે એ બધી સુવિધા તેમાં આવરી લેવાઈ છે. એક જ ઓરડાના ઘરનો વિસ્તાર માંડ ૩૬ ચોરસ ફૂટ છે, પણ એક વ્યક્તિ તેમાં આસાનીથી રહી શકે એમ છે. વીજ પુરવઠા માટે સોલાર પેનલ લગાવાઈ છે, ૨૫૦ લિટર પાણીનો સંગ્રહ કરવા ટાંકી છે, જરા ઊંચાઈ પર સિંગલ બેડ છે. અંદર રસોડાનો સામાન પણ છે અને લેપટોપ લઈ કામ કરવું હોય તો તેની જગ્યા પણ છે. દેશમાં અનેક લોકો રહેણાંક વગરના છે અને મકાનના ભાવ પોસાય એવા નથી, જ્યારે આ મકાન એક લાખ રૂપિયામાં બન્યું છે. ભારતના મહાનગરોમાં મકાનની કિંમત ૧૫ લાખથી માંડીને કરોડોમાં અંકાય છે ત્યારે આ પ્રકારનો નવતર પ્રયોગ કરવામાં કશું ખોટું નથી. દેશના યુવાનોએ નવાં નવાં સંશોધનો કરવા જોઈએ એવી સલાહ નેતાઓ આપતા રહેતા હોય છે, પરંતુ આવા નવા ઇનોવેશન પ્રત્યે ધ્યાન દેવાનો શાસકોને સમય નથી. ટ્વિટર પર ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ ઘરના વખાણ કરતા એ ચર્ચાસ્પદ બન્યું હતું, અને થોડાક કલાકોમાં સોશિયલ મીડિયા પર છવાઇ ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter