હરદોઈઃ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક વિચિત્ર અને આશ્ચર્યચકિત કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને કોબ્રા સાપે દંશ માર્યો તો તેને એટલો ગુસ્સો ચઢ્યો કે તેણે તે જ સાપને પકડી લીધો અને દાંત વડે તેની ફેણ ચાવી ગયો હતો. આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો, પરંતુ કોબ્રાનું મોત થયું હતું.
આ અનોખી ઘટના હરદોઈ જિલ્લાના ટડિયાવાં પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવેલી ગ્રામ પંચાયત ભડાયલના મજરા પુષ્પતાલીની છે. પુનિત વર્મા નામના યુવકને સાપે દંશ માર્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા પુનિતે તરત જ સાપને મોંથી પકડી લીધો હતો એટલું જ નહીં, સાપના ફણને ચાવી ગયો હતો. ખરેખર તો કોબ્રાના કાતિલ ઝેરના લીધે પુનિતનું મૃત્યુ થવું જોઇએ તેના બદલે તે કોબ્રા સાપનું મૃત્યુ પામ્યો હતો.


