કોરોનાની રસી ઘરે કેવી રીતે ઘરે બનાવવી? ભારતીયોનું ગૂગલ સર્ચ

Wednesday 20th January 2021 03:35 EST
 
 

નવી દિલ્હીઃ દરેક વાતનો જવાબ ગૂગલ પાસે છે, એવા ભ્રમમાં રાચનારો મોટો વર્ગ આખા જગતમાં છે. આથી જ ગૂગલમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ભારતમાં કોરોના રસીકરણ શરૂ થયા પછી રવિવાર અને સોમવારે લોકોએ ગૂગલમાં રસી ઘરે કેમ બનાવવી એ મુદ્દે સર્ચ કર્યું હતું. ગૂગલ ટ્રેન્ડ્સના અહેવાલ પ્રમાણે ભારતમાં ‘હાઉ ટુ મેક કોવિડ-૧૯ વેક્સિન એટ હોમ?’ વાક્ય સૌથી વધારે વાર સર્ચ થયું હતું.
ભારતના નાગરિકો દરેક વાતમાં નિષ્ણાત બનવા તૈયાર હોય છે. કોરોનાની રસી કે કોઈ પણ રસી બનાવવાનું સામાન્ય મનુષ્ય તો ઠીક નિષ્ણાત તબીબો માટે પણ શક્ય નથી. એ સહુ કોઇ જાણે છે, છતાં સહુ કોઇ ‘ટ્રાય’ કરી જોવા માગે છે.
એટલું જ નહીં, કેટલાકે તો વળી ગૂગલ પર એવું સર્ચ કર્યું હતું કે (કોરોના) રસી તૈયાર થઈ ગઈ છે, રસીની નોંધણી કેમ કરાવવી વગેરે વગેરે.
જોકે આની સાથોસાથ રસી માટેની સરકારી એપ Co-Winની લિંક કે એપ કઇ રીતે ડાઉનલોડ કરવી, તેના પર નામ કઇ રીતે નોંધાવવું વગેરે સહિતના વાજબી સવાલો પણ સર્ચ થયા હતા. ઉલ્લેખનીય છે કે ગૂગલે ઘરે કોરોના વેક્સિન બનાવવાના પ્રશ્ને એવો જવાબ આપ્યો હતો કે ના, તમે રસી ઘરે બનાવી નહીં શકો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter