ભીલવાડાઃ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા ભરપૂર મહેર વરસાવી રહ્યા છે. ખેતરોમાં હરિયાળી અને ખેડૂતોના ચહેરા પર ઉમંગ-ઉલ્લાસનું સ્મિત છવાઈ ગયું છે. ભરપૂર મેઘમહેરની આ ખુશી વ્યક્ત કરવા માટે જિલ્લાના મહેન્દ્રગઢ ગામના લોકો દર વર્ષે એક અનોખી પરંપરા નિભાવે છે.
સારા વરસાદ બાદ આસમાની આશીર્વાદ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ગામમાં ગધેડાઓને ગુલાબજાંબુની મિજબાની આપવામાં આવે છે. ગયા સપ્તાહે થયેલા આવા જ એક આયોજનમાં મોટી સંખ્યામાં ગ્રામીણો એકઠા થયા અને ગધેડાઓને શણગારી, તિલક કરી, હાર પહેરાવી અને તેમની આરતી ઉતારીને ખુશી વ્યક્ત કરી હતી.
અહીં સૈકાઓથી એક માન્યતા પ્રવર્તે છે કે જ્યારે વરસાદ નથી આવતો કે તેનું આગમન લંબાઇ જાય ત્યારે ગધેડાઓને ખાસ કરવામાં આવે છે. તેમનો આદર-સત્કાર આપીને - મિજબાની આપીને ખુશ કરવામાં આવે છે. કહેવાય છે કે ગધેડાઓના સન્માનથી ભગવાન ઈન્દ્ર પ્રસન્ન થાય છે અને સારો વરસાદ થાય છે. આ જ કારણ છે કે ગ્રામીણોએ સંકલ્પ લીધો હતો કે જો ગામમાં સારો વરસાદ થશે તો ગધેડાઓને બધાએ ભેગા
મળીને ગધેડાઓને ભરપૂર ગુલાબજાંબુ ખવડાવ્યા પણ હતા.