છત્તીસગઢમાં મહિલાઓના જોરે ૫૦ વર્ષથી દારૂબંધી

Monday 25th April 2022 07:32 EDT
 
 

રાયપુર: છત્તીસગઢ આદિવાસી બહુમતી ધરાવતું રાજ્ય છે. અહીં ગુજરાત કે બિહારની જેમ પૂર્ણ દારૂબંધી નથી, કેમ દારૂનું સેવન આદિવાસી સંસ્કૃતિનો હિસ્સો ગણાય છે. જોકે અહીં એક એવું ગામ છે જ્યાં છેલ્લા 50 વર્ષોથી મહિલાઓએ દારૂ વિરુદ્વ આંદોલન છેડ્યું છે. રાયપુરથી 150 કિમી દૂર ધમતરી જિલ્લામાં પાલવાડી ગામ એવું છે જ્યાં દારૂની બનાવટ અને વેચાણ પર પ્રતિબંધ છે. આદિવાસી પરંપરા અને પુરુષ પ્રધાન સમાજ વિરુદ્વ આંદોલન છેડનારી મહિલાઓની આ જીદને કારણે આજે અહીં દારૂનું દૂષણ સંપૂર્ણપણે દૂર થયું છે. અહીં ઘરકામ પૂરા કરીને મહિલાઓ દારૂબંધી માટે નીકળી પડે છે. અહીં શરાબ બનાવતાં પકડાનાર વ્યક્તિને 20 હજાર રૂપિયાને આકરો દંડ પણ ફટકારવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter