જરા કહો તો doomscrolling એટલે શું?

Sunday 12th June 2022 12:48 EDT
 
 

નવી દિલ્હી:સામાન્ય માણસો દ્વારા તો ઠીક, ઇંગ્લીશ ભાષાના ખેરખાંઓ દ્વારા પણ જવલ્લે જ ઉપયોગમાં લેવાતા શબ્દોને લોકનજરે ચઢાવવા માટે કોંગ્રેસી નેતા શશી થરુર જાણીતા છે. તેઓ જાતભાતના, પણ રોજબરોજના જીવનમાં ભાગ્યે જ ઉપયોગ લેવાતાં અંગ્રેજી શબ્દો ટ્વીટર પર મૂકતાં કહે છે. તાજેતરમાં શશી થરુરે doomscrolling (ડુમ્સ્ક્રોલિંગ) નામનો અંગ્રેજી શબ્દ મૂક્યો હતો અને તેને આ યુગનો શબ્દ ગણાવ્યો હતો.
થરૂરે આ શબ્દનો અર્થ સમજાવતાં લખ્યું હતું કે સતત ખરાબ ન્યૂઝ શોધવા અને તેને વાંચવાના કામ માટે અંગ્રેજીમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. મેરિયમ વેબસ્ટર શબ્દકોશ જણાવે છે કે આ શબ્દના ઉપયોગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ શબ્દની સાથે ડુમ્સસર્ફિંગ શબ્દનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સતત નકારાત્મક ન્યૂઝ વાંચવાથી રાજકીય હતાશા ઉપરાંત માનસિક તંદુરસ્તીને ખરાબ અસર થઈ શકે છે.
થરુરે doomscrolling શબ્દ અને તેના અર્થનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો હતો. થરુરે મૂકેલા અંગ્રેજી શબ્દોનો અર્થ શોધવા ઇંગ્લીશ ભાષાના જાણકારોએ પણ ડિક્શનરી શોધવી પડે તેવું પ્રથમ વખત બન્યું નથી. આ મહિનાની શરૂઆતમાં ઉચ્ચારમાં મુશ્કેલી પડે તેવો – quomodocunquize શબ્દ મૂકીને રેલવે મંત્રાલયની આકરી ટીકા કરી હતી. આ શબ્દનો અર્થ શું થાય છે? કોઇ પણ ભોગે કમાણી કરવી. ભારતીય રેલવે તંત્રની નીતિરીતિ સંદર્ભે તેમણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter