તમારી પાસે એક વર્ષનો સમય છે... કાં તો અમને દાદા-દાદી બનાવો, નહીં તો રૂ. 5 કરોડનો દંડ આપો!

ઉત્તરાખંડમાં અનોખો કેસઃ દીકરા-પુત્રવધૂની વિરુદ્ધ દંપતી કોર્ટ પહોંચ્યું

Saturday 21st May 2022 06:35 EDT
 
 

હરિદ્વાર: ઉત્તરાખંડના એક વૃદ્ધ દંપતીએ દીકરા-પુત્રવધૂની વિરુદ્ધ અનોખી માંગ સાથે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વૃદ્ધ દંપતી દીકરા-પુત્રવધૂથી તેમના સંતાનનું સુખ ઈચ્છે છે. પછી તે પૌત્ર હોય કે પૌત્રી, પરંતુ બંને મળીને સંતાનને જન્મ આપે. અને તે પણ એક વર્ષની અંદર. આમ નહીં કરવા પર 2.5 - 2.5 કરોડ મળીને કુલ રૂ. પાંચ કરોડનો દંડ ભરો.
પોતાના જ પુત્ર-પુત્રવધૂ સામે કેસ દાખલ કરનારા એસ.આર. પ્રસાદે કહ્યું, ‘અમે અમારા જીવનભરની કમાણી બાળકોના અભ્યાસ અને તેમના ઘર બનાવવા - વસાવવામાં ખર્ચ કરી. 2016માં દીકરાએ લગ્ન કર્યા. હવે પુત્ર-પુત્રવધૂના સંતાનનું સુખ ભોગવવા માંગીએ છીએ, પરંતુ આ બંને અમને આ ખુશી નથી આપી રહ્યા.’
કોર્ટમાં દાખલ અપીલ વિશે જાણકારી આપતાં વકીલ એ.કે. શ્રીવાસ્તવે કહ્યું કે એસ.આર. પ્રસાદ દીકરા-પુત્રવધૂને સમજાવતાં-સમજાવતાં થાકી ગયા છે. આ એક સામાજિક સમસ્યા બની ગઈ છે કે આજકાલની પેઢી પોતાના વૃદ્ધ માતા-પિતાને લઈને સંવેદનશીલ નથી દેખાતી. એક વૃદ્ધ દંપતી પોતાના દીકરા-પુત્રવધૂથી સંતાન સુખ ઈચ્છે છે, પૌત્ર કે પૌત્રીની સાથે પોતાને ખુશ રાખવા માંગે છે.
આ તેમનો અધિકાર છે અને દીકરા-પુત્રવધૂને આ કર્તવ્ય સમજવું જોઈએ. જ્યારે કોઈ પ્રકારની સમજાવટ કામ ન આવી તો થાકી-હારીને હવે કોર્ટની શરણમાં આવ્યા છે.
કોર્ટમાં દાખલ અપીલમાં સ્પષ્ટ લખ્યું છે કે એસ.આર. પ્રસાદ કે તેમની તેમની પત્ની પોતાના દીકરા-પુત્રવધૂથી છોકરો કે છોકરીના જન્મને લઈને કોઈ જીદ નથી કરી રહ્યા, માત્ર દાદા-દાદી બનવાની ઈચ્છા રાખે છે. દીકરા-પુત્રવધૂ આ ઈચ્છા લાંબા સમયથી પૂરી નથી કરી રહ્યા, તેથી એક વર્ષની કાયદાકીય સમયમર્યાદા આપી છે.
એસ.આર. પ્રસાદે કહ્યું, અમારા દીકરાને ટ્રેનિંગ માટે અમેરિકા મોકલ્યો. ઘર બનાવવા માટે બેંકથી લોન પણ લીધી. હવે અમારી પાસે કંઈ બચ્યું નથી. તેથી, અમે પોતાના હકમાં ખુશી અને દેખભાળ માંગી છે જે નહીં મળવાની સ્થિતિમાં પાંચ કરોડ રૂપિયાની રકમની માંગણી રજૂ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter