થાઈલેન્ડની છોરી અને માણસાનો માણિગર

Wednesday 14th March 2018 08:21 EDT
 
 

ગાંધીનગર: માણસા તાલુકાના પારસા ગામના પ્રવીણ દશરથભાઈ પ્રજાપતિના ૧૧મી માર્ચે થાઈલેન્ડની યુવતી સિરિદિફા સાથે લગ્ન થયાં. પ્રવીણ અમદાવાદથી એશિયન દેશોના પ્રવાસ માટે ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે અને થાઈલેન્ડની સિરિફિદા આવી જ એક ટ્રાવેલ કંપનીની મેનેજિંગ ડિરેક્ટર છે. એક જ પ્રકારના વ્યવસાયને કારણે બંનેની મુલાકાતો થતી અને મુલાકાતો પ્રેમમાં અને પ્રેમે લગ્નનું સ્વરૂપ લીધું. સિરિફિદા બૌદ્ધ ધર્મ પાળતી હોવાથી સ્વાભાવિક રીતે જ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી. તેથી સિરિફિદાએ ભારતીય રીતરિવાજ મુજબ શાસ્ત્રોક્ત વિધિથી પ્રવીણ સાથે લગ્ન કરવાનું કહ્યું. બંને પરિવારના લોકો પણ લગ્ન માટે સહમત થયાં અને બંનેએ પારસામાં સાત ફેરા લીધાં. આ લગ્નમાં સિરિફિદાનાં પિતા ડીયન, માતા સમન અને ભાઈ-બહેનો પણ ખુશી ખુશી હાજર હતાં. ભારતીય સંસ્કૃતિ તથા રીત-રિવાજને જાણવા માટે સિરિફિદાના પરિવારજનો અને મિત્રો મળીને દસેક લોકો એક મહિના પહેલાં જ ભારત આવી ગયા હતા અને અહીંના તમામ રીત-રિવાજને જાણવાની કોશિશ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter