દુર્લભ અને મૂલ્યવાન વ્હિસ્કી

Friday 12th October 2018 09:20 EDT
 
 

એડીનબરાઃ સ્કોટલેન્ડના પાટનગર એડીનબરામાં વ્હિસ્કીની એક બોટલ એટલી ઊંચી કિંમતે વેચાઇ છે કે તે કિંમતમાંથી એક મહાલય ખરીદી શકાય. ૧૯૨૬માં તૈયાર થયેલી આ વ્હિસ્કી વિશ્વના સૌથી કિંમતી અને ઉમદા શરાબની યાદીમાં સ્થાન ધરાવે છે અને નિષ્ણાતોએ તેને હોલીગ્રેલ નામ આપ્યું છે. આ વ્હિસકીની એક બોટલ તાજેતરમાં ૯,૪૮,૭૫૦ (આશરે ૮ કરોડ ૧૧ લાખ રૂપિયા)માં વેચાઈ છે.
છ દસકા જૂની એવી આ ‘મેકેલેન વેલેરીયો ૧૯૨૬’ નામની આ બોટલનો સમાવેશ શરાબના ઇતિહાસમાં બનાવવામાં આવેલી સૌથી ઉમદા શરાબ ગણાય છે. આ બોટલ જે વ્યકિતએ ખરીદી છે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે એટલું જણાવવામાં આવે છે કે આ બોટલ ખરીદનાર વ્યકિત એશિયન છે અને તેણે ફોન ૫ર ઓકશનમાં ભાગ લીધો હતો. આ સિંગલ મોલ્ટ બોટલની ખાસિયત એ છે કે તે ઘણી મુશ્કેલીથી મળે છે કેમ કે તેની માત્ર ૧૨ જ બોટલો તૈયાર કરવામાં આવી હતી અને આજે કોઇ એ જાણતું નથી કે આમાંથી કેટલી બોટલો બચી છે. આ બોટલનું ઓક્શન વર્ષના પ્રારંભથી શરૂ થયું હતું અને આ માટે વિશ્વભરમાંથી પૂછ૫રછ થઇ રહી હતી. ખાસ તો ચીનમાંથી બહુ મોટા પાયે ઇન્કવાયરી આવી હતી. આ વ્હિસ્કીને હોલી ગ્રેલ નામ એટલા માટે આ૫વામાં આવ્યું છે કે તે મેળવવાની ઇચ્છા કેટલાક લોકોમાં - એટલે કે વ્હિસ્કીના શોખીનોમાં તીવ્ર રહેતી હતી. આ બોટલના વેચાણ બાદ હવે બોન્હેમ્સના ક્લેક્શનમાં આ બ્રાન્ડની કેટલી બોટલ છે તે કોઇ જાણતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter