દેશના ટોચના સાત ગેમર્સ સાથે મોદીની મુલાકાત

Tuesday 16th April 2024 10:27 EDT
 
 

નવી દિલ્હીઃ દેશભરમાં જામેલા ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલે ભારતના કેટલાક ટોચના ઓનલાઇન ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. આ ગેમર્સ ઈ-સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર પણ આ ગેમર્સ સારી એવી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ગેમિંગ ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા ગેમર્સ નમન માથુર, અનિમેષ અગ્રવાલ, મિથિલેશ પાટણકર, પાયલ ધરે, અંશુ બિષ્ટ, તીર્થ મહેતા અને ગળેશ ગંગાધર સાથે મુલાકાત કરીને ગેમિંગ ઈન્ડસ્ટ્રીના પડકાર, ગેમિંગ-ગેમ્પિંગમાં અંતર અને અન્ય વિષયો પર ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન પીએમ ગેમર્સ સાથે પીસી અને વીઆર ગેમ્સ રમ્યા હતાં. ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા સાઈટ પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, પીએમના સંવાદનો વીડિયો પણ રજૂ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter