પટણાના ‘સુવર્ણપ્રેમી’ પ્રેમસિંહ

Wednesday 03rd July 2024 06:01 EDT
 
 

પટના: બોલિવૂડના યાદગાર-શાનદાર ગીતોના સંગીતકાર બપ્પી લાહિરી તેમના સુવર્ણપ્રેમ માટે જાણીતા હતા. જોકે તેમને પણ ટક્કર મારે એવો સુવર્ણપ્રેમી યુવાન બિહારમાં વસે છે. બિહારના ભોજપુર જિલ્લામાં રહેતા પ્રેમસિંહના શરીર પર કપડાં ઓછાં અને સોનાનાં ઘરેણાં ઝાઝેરા જોવા મળે છે. પાઘડી હોય કે ચશ્માં, ફોન હોય કે જૂતાં પ્રેમસિંહની દરેક એક્સેસરીઝ પર સોનું છે, અને આંગળીમાં વિંટી, કાંડે કડું, અને ગળામાં ભારેખમ સોનાના નેકલેસ જેવા ઘરેણાં તો ખરાં જ. બધું મળીને તેના શરીર પર પાંચ કિલોતી વધુ સોનું હોય છે.
તાજેતરમાં પ્રેમસિંહે પોતાના બાઈકને પણ સોનાથી મઢવાનું શરૂ કરી દીધું છે. વ્યવસાયે જમીનદાર પ્રેમસિંહે દસેક વર્ષ પહેલાં શરીરે સોનું પહેરવાની શરૂઆત કરી ત્યારે 50 ગ્રામથી શરૂઆત કરી હતી. આજે આ સોનું વધતાં વધતાં પાંચ કિલો 200 ગ્રામ પર પહોંચી ગયું છે. અને વાત અહીં અટકતી નથી.
પ્રેમસિંહને હજી વધુ સોનું શરીર પર ધારણ કરવું છે. તેમનો ટાર્ગેટ છે આઠથી નવ કિલો સોનાનો. પોતાના મોટાભાગની કમાણી સોના પર જ ખર્ચીને તેઓ આ ટાર્ગેટ અચિવ કરવા માગે છે.
ભાઈને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કોઈ ચિંતા નથી કેમ કે તેમનું કહેવું છે કે આ બધી જ ચીજોનો તેની પાસે પાઇએ પાઇનો હિસાબ છે. જોકે, સોનાની સેફ્ટી માટે ભાઈને ઘરની બહાર નીકળતી વખતે ચાર બોડીગાર્ડની જરૂર પડે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter