પત્નીને પતિમાં ભાઇની ઝલક દેખાય છે! લગ્નજીવન ખોરંભે પડ્યું

Friday 04th December 2020 06:51 EST
 

ભોપાલઃ શહેરમાં એક વિચિત્ર કેસ કોર્ટ સમક્ષ આવ્યો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિમાં તેને ભાઈની ઝલક દેખાય છે એટલે તે શારીરિક સંબંધ બનાવી શક્તી નથી. પતિ ધારે તો બીજા લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જશે નહીં.
ભોપલના પતિ-પત્નીનો વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી કે તેના પુત્ર અને વહુના છૂટાછેડા આપી દેવામાં આવે. એ પછી જ્યારે બંને પક્ષનું અલગ અલગ કાઉન્સેલિંગ કરાયું એમાં પત્નીએ કહ્યું હતું કે તેને એના પતિમાં ભાઈની ઝલક દેખાય છે. જ્યારે સાસુ સાથે તેને મા જેવી ફીલિંગ આવે છે. એના કારણે તે પતિ સાથે શારીરિક સંબંધ બનાવી શક્તી નથી.
એટલું જ નહીં, પત્નીએ એમ પણ કહ્યું હતું કે પતિ ધારે તો ભલે બીજી કોઈ સારી છોકરી શોધીને લગ્ન કરી લે, પરંતુ એ ઘર છોડીને જશે નહીં. તેને આ ઘરમાં જ રહેવું ગમે છે.
પતિએ કહ્યું હતું કે લગ્નના દોઢ વર્ષ થવા છતાં તેને પત્ની સાથે કોઈ જ શારીરિક સંબંધો બન્યા નથી. પત્ની પતિને હંમેશા દૂર જ રાખે છે. પત્ની એક જ વાત કરે છે કે એ તેને ભાઈ જેવા ગણે છે. પત્નીમાં સુધારો આવશે એ આશાએ પતિએ દોઢ વર્ષ કાઢી નાખ્યું. પત્નીને મનોવૈજ્ઞાનિકને પણ બતાવ્યું હતું, પરંતુ એની માનસિકતામાં કોઈ જ ફરક પડ્યો નહીં. આ પછી પતિએ ડિવોર્સ મેળવવાની વિનંતી કરી હતી.
ફેમિલી કોર્ટના કાઉન્સેલરે કહ્યું હતું કે, હજુ એક વખત બંનેનું અલગ અલગ કાઉન્સેલિંગ કરીને સમજાવાશે. જો પત્નીની માસિક્તામાં ફરક પડશે તો લગ્નજીવન ટકી જશે, નહીંતર ડિવોર્સ આપ્યા વગર છૂટકો રહેશે નહીં. ભોપાલના આ કિસ્સાની ભારે ચર્ચા જામી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter