પૂણેમાં વેપારીની અનોખી ઓફર ઇએમઆઇ પર હાકુસ કેરી ખરીદો

Saturday 29th April 2023 06:37 EDT
 
 

પૂણે: ફળોના રાજા તરીકે સ્થાન પામતી કેરીના સ્વાદ - સુગંધના લોકો પ્રશંસક છે. કેરીની અનેક પ્રજાતિમાંની એક આલ્ફાન્સો એટલે કે હાફુસ પણ છે. મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં ઉગતી આ કેરીનો પાક ઓછો ઊતરતો હોવાથી તેની કિંમત પણ વધારે હોય છે. જોકે હવે પૂણેના લોકોને ગજવાં પર વધારે બોજ નાખ્યા વિના આલ્ફાન્સો કેરીના સ્વાદનો આનંદ માણી શકશે, કારણ કે આ પ્રીમિયમ કેરી હવે હપતા પર ઉપલબ્ધ છે. જી હા, હાફુસ કેરી EMI પર ઉપલબ્ધ છે.
પૂણેના કેરીના વેપારી ગૌરવ સનસે આ અનોખી ઓફર મૂકી છે. સનસે જણાવ્યું હતું કે કોવિડ બાદ જોવા મળ્યું હતું કે ઊંચી કિંમતને કારણે લોકોમાં આ કેરી ખરીદવામાં રસ ઘટી રહ્યો હતો, તેથી અમે હપતા પર હાફૂસ કેરી વેચાણ કરવાનો નિર્ણય કર્યો. મારી દુકાન પર હાફુસ કેરીની કિંમત 600થી 1300 રૂપિયા પ્રતિ ડઝન છે. લોકો આ કેરીની ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ મારફત EMI પર ખરીદી કરી શકે છે. દેવગઢ હાફુસના બોક્સની કિંમત લગભગ રૂ. 4000 થાય છે. જો કોઇ ગ્રાહક એકસાથે આટલી મોટી રકમ ન ચૂકવી શકે તો તેઓ તેને આ રકમને 700 રૂપિયાના છ હપતામાં બદલવાનો વિકલ્પ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter